Surat East Builders Asscociation Membership Form
  • Surat East Builders Asscociation Membership Form

    Surat East Builders Asscociation Membership Form
  • Introduction to SEBA

    • SEBA (સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિએશન) ની સ્થાપના સુરત શહેરના પૂર્વ ભાગ (જેમ કે વરાછા, મોટાવરાછા, કામરેજ, ડિંડોલી, વગેરે) માં રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસને વ્યવસ્થિત અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.અમારા વિસ્તારના બિલ્ડરો માટે એક સંગઠિત અવાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, SEBA સામૂહિક રીતે કાર્ય કરવા અને આ વિસ્તારોમાં ડેવલપર્સને પડતી સ્થાનિક સમસ્યાઓ, સરકારી નીતિઓ અને પ્રોજેક્ટના પડકારો નું અસરકારક નિરાકરણ લાવવા માટે સમર્પિત છે.
    • The Surat East Builders Association (SEBA) was established with the core objective of systematizing and organizing the real estate development sector in the eastern zones of Surat (including Varachha, Mota Varachha, Kamrej, Dindoli, etc.). Recognizing the need for a unified voice among builders in our area, SEBA is dedicated to working collectively and effectively resolving the local issues, governmental policy hurdles, and project challenges faced by developers in these specific areas.
  • Vision and Mission

    1. Our Vision :

    • સુરત ઈસ્ટ વિસ્તારને ગુણવત્તા, નીતિમત્તા અને સમયસર પૂર્ણતાના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે, ગુજરાતના સૌથી વ્યવસ્થિત અને રહેવા યોગ્ય રિયલ એસ્ટેટ હબ તરીકે સ્થાપિત કરવો.
    • "To establish the East Surat region as Gujarat’s most organized and liveable real estate hub, upholding international standards of quality, ethics, and timely completion."

    2. Our Mission :

    • SEBA નું મિશન એસોસિએશનના દરેક સભ્યને સંગઠિત કરવા, પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને RERA તેમજ અન્ય કાનૂની પાલનને સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત મંચ પૂરું પાડવાનું છે, સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ ડેવલપર્સના હિતોનું મજબૂત પ્રતિનિધિત્વ કરવું.
    • "The Mission of SEBA is to provide a robust platform to organize every member of the association, foster transparency, and ensure strict adherence to RERA and other legal compliances, while strongly representing the interests of developers before local authorities."

     

  • Our Core Values and Focus

    1. Transparency and Ethics:

    • અમે સભ્યોમાં ઉચ્ચ નૈતિક અને વ્યાવસાયિક ધોરણો જાળવવા પર ભાર મૂકીએ છીએ. ગ્રાહકો સાથેના વ્યવહારમાં સંપૂર્ણ પારદર્શિતા અને પ્રમાણિકતા સુનિશ્ચિત કરવી એ અમારી પ્રાથમિકતા છે.
    • We emphasize maintaining high ethical and professional standards among members. Our priority is ensuring complete transparency and honesty in all dealings with customers.

    2. Legal Compliance:

    • દરેક સભ્ય પ્રોજેક્ટમાં RERA અને અન્ય તમામ સ્થાનિક કાયદાઓનું ચુસ્તપણે પાલન કરે તેની ખાતરી કરવી. કાનૂની માળખામાં રહીને ગુણવત્તાયુક્ત બાંધકામને પ્રોત્સાહન આપવું.
    • We ensure that every member project strictly adheres to RERA and all other local laws. We promote quality construction while operating within the legal framework.

    3. Collective Representation :

    • અમે રાજ્ય અને સ્થાનિક સરકારી સંસ્થાઓ (SMC, SUDA, વગેરે) સમક્ષ પૂર્વ સુરતના બિલ્ડરોનું મજબૂત પ્રતિનિધિત્વ કરીએ છીએ, જેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની નીતિઓ સંતુલિત અને અમારા વિસ્તારના હિતમાં રહે.
    • We provide a strong representation of East Surat builders before state and local governmental bodies (SMC, SUDA, etc.) to ensure that infrastructure and development policies are balanced and serve the interests of our region.

    4. Quality and Growth :

    • અમારા વિસ્તારમાં સ્થાયી (Sustainable) અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બાંધકામને પ્રોત્સાહન આપવા માટે તાલીમ કાર્યક્રમો અને શ્રેષ્ઠ પ્રથાઓ (Best Practices) નું આદાનપ્રદાન કરવું.
    • We facilitate training programs and the exchange of best practices to promote sustainable and high-quality construction in our area.

     

  • Benefits of Membership

    1.Legal Guidance:

    • RERA અને અન્ય લાગુ પડતા કાયદાઓ પર નિષ્ણાત માર્ગદર્શન.
    • Expert guidance on RERA and other applicable laws.

    2.Government Liaison:

    • સરકારી સંસ્થાઓ સમક્ષ સામૂહિક અવાજ.
    • A collective voice before governmental organizations.

    3.Networking:

    • સાથી ડેવલપર્સ સાથે વ્યાવસાયિક જોડાણ.
    • Professional connections with fellow developers.

    4.Social Events:

    • સામાજિક એકતા અને કલ્યાણ યોજનાઓનો લાભ.
    • Benefits from social unity and welfare schemes.

     

  • Member Personal Details :

  • Format: +91 00000-00000.
  •  / /
  • Famliy Detail :

    "અજાણી પરિસ્થિતિ, ઇમર્જન્સી અથવા જરૂરી માહિતી સાંકળીતી વખતે સભ્યના પરિવારજનો સાથે સંપર્ક કરી શકાય અને રેકોર્ડ સંપૂર્ણ રાખી શકાય."
  • Company Info:

  • Format: +91 00000-00000.
  • Project Detail:

    "SEBA માં જોડાવાથી, તમારા બધા પ્રોજેક્ટ્સની વિગતો આ ફોર્મમાં ભરવા વિનંતી છે. આ વિગતોથી આવનારા સમયમાં તમારા પ્રોજેક્ટ અથવા તમારી આજુબાજુના પ્રોજેક્ટને લગતી તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા આવે, તો આપણે એકસાથે સંગઠિત થઈને વિસ્તારમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ, તેના માટે આ માહિતી જરૂરી છે."
  • સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિએશન (SEBA)(Code of Conduct) :

     આ Code of Conduct SEBA ના દરેક સભ્ય માટે ફરજિયાત છે.

    1. Legal Compliance and Transparency (કાનૂની પાલન અને પારદર્શિતા) :

    • RERA અને કાયદાનું પાલન: ગુજરાત RERA (Real Estate Regulatory Authority) ના કાયદાઓ અને સ્થાનિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. દરેક પ્રોજેક્ટ માટે RERA રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
    • ટાઈટલ સ્પષ્ટતા: પ્રોજેક્ટની જમીનનું માર્કેટેબલ અને સ્પષ્ટ ટાઈટલ (Clear Title) સુનિશ્ચિત કરવું.
    • મંજૂરીઓ: ગ્રાહકોને મંજૂર બિલ્ડિંગ પ્લાન, CC (Commencement Certificate), અને OC (Occupation Certificate) ની વિગતો પૂરી પાડવી.
    • ગેરકાયદે બાંધકામ: મંજૂર પ્લાન સિવાયનું કે ગેરકાયદે બાંધકામ કરવું નહીં.

    2. Responsibility towards Customers ( ગ્રાહકો પ્રત્યે જવાબદારી) :

    • ભાવની પારદર્શિતા: વેચાણ દરમિયાન તમામ ખર્ચાઓ, કર (Taxes), અને અન્ય લેવી ની વિગતો સ્પષ્ટપણે દર્શાવવી. એગ્રીમેન્ટ થયા પછી, સરકારી લેવી સિવાયના ભાવમાં વધારો કરવો નહીં.
    • ગુણવત્તા અને સ્પષ્ટીકરણ: બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તાના મટિરિયલ્સ નો ઉપયોગ કરવો અને એગ્રીમેન્ટમાં જણાવેલ સ્પષ્ટીકરણો (Specifications) નું ચુસ્તપણે પાલન કરવું.
    • સમયસર કબ્જો: એગ્રીમેન્ટમાં જણાવેલ સમય મર્યાદામાં કબ્જો (Possession) આપવા માટે પ્રયત્નશીલ રહેવું. ડિફેક્ટ લાયેબિલિટી: કાયદાકીય જોગવાઈઓ મુજબ બાંધકામ પૂર્ણ થયા પછી, ખામીઓ (defects) દૂર કરવા માટેની લાયેબિલિટી અવધિ (Liability Period) નું પાલન કરવું.

    3. Professional Ethics ( વ્યવસાયિક નીતિમત્તા) :

    • પ્રમાણિકતા: તમામ વ્યવસાયિક વ્યવહારોમાં (ગ્રાહકો, કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ) ઉચ્ચ સ્તરની પ્રમાણિકતા જાળવવી. નૈતિક સ્પર્ધા: અન્ય સભ્યો કે ડેવલપર્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી ખોટી કે બદનક્ષીભરી જાહેરાતો કરવી નહીં.
    • કરારનું પાલન: સપ્લાયર્સ અને કોન્ટ્રાક્ટરો સાથેના તમામ કરારોનું પાલન કરવું અને તેમની ચુકવણી સમયસર કરવી.

    4. Responsibility to SEBA ( SEBA પ્રત્યેની જવાબદારી ):

    • સહભાગિતા: એસોસિએશન દ્વારા આયોજિત મીટિંગો અને કાર્યક્રમોમાં નિયમિતપણે ભાગ લેવો. 
    • બ્રાન્ડિંગ અને પ્રચાર (Branding and Publicity): પોતાના બ્રોશર, જાહેરાત, વેબસાઇટ, કે અન્ય પ્રચાર સામગ્રી માં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો કે તેઓ સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિએશન (SEBA) ના સભ્ય છે. SEBA ના લોગોનો ઉપયોગ એસોસિએશનના નિયમો અનુસાર જ કરવો.
    • ફરિયાદ નિવારણ: એસોસિએશન દ્વારા સ્થાપિત ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપવો.  
  • Declaration and Acceptance of Code of Conduct :

    હું/અમે, સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિએશન (SEBA) ના સભ્યપદ માટે અરજી કરું છું અને નીચેની શરતો સાથે સંમત છું:

    1. તમામ વિગતો સાચી અને સંપૂર્ણ છે.

    2. અમે SEBA ના બંધારણ (Constitution), નિયમો અને કાયદાઓ (By-Laws), તેમજ એસોસિએશન દ્વારા સ્થાપિત આચારસંહિતા (Code of Conduct) નું પાલન કરવા માટે બંધાયેલા છીએ.

    3. અમે જાણીએ છીએ કે જો અમારા દ્વારા કોઈ ખોટી માહિતી આપવામાં આવશે અથવા આચારસંહિતાનો ભંગ થશે, તો SEBA મેનેજિંગ કમિટી દ્વારા સભ્યપદ રદ કરવા સહિતના યોગ્ય પગલાં લેવામાં આવી શકે છે.

    4. અમે અમારા તમામ પ્રોજેક્ટ્સમાં RERA કાયદાઓ અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરવાની ખાતરી આપીએ છીએ.

  • Should be Empty: